I-Khedut 2.0 Portal Gujarat 2025 Update

નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ નવા આઇ ખેડુત પોર્ટલ 2.0 ની સંપૂર્ણ માહિતી અમારી આ વેબસાઈટ તમારી ખબર પર જાણી શકશો.


ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ખેડૂતોના સમૃદ્ધ ભવિષ્ય અને ગ્રામીણ વિકાસ માટે નવી ટેકનોલોજી નો ઉપયોગ કરીને ખૂબ જ સારુ પગલું ભર્યું છે. આ પોર્ટલ પર ખેડૂતો ખેતી ને લગતી વિવિધ સરકારી યોજનાઓ સબસીડી અને અન્ય સુવિધાઓનો લાભ લઈ શકશે. આશા રાખીએ છીએ કે તમે જાણતા હશો સરકાર દ્વારા જે જૂની iportal સેવા હતી એને  બંધ કરવામાં આવેલ છે અને નવી આઈ પોર્ટલ 2.0 શરૂ કરવામાં આવેલ છે.  જે mobile મોબાઇલ વાપરતા ખેડૂતો ને ધ્યાનમાં રાખીને બનાવામાં આવી છે. તો ચાલો મિત્રો આપણે આ ડિજિટલ સુવિધા વિશે વિગતવાર જાણીશું.


કઈ રીતના ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ 2.0 પર registration કરાવી શકશે. 

સરકાર દ્વારા જે નવી i-khedut portal 2.0  શરૂ કરવામાં આવી છે તેમાં મિત્રો દરેક ખેડૂત મિત્રોને નોંધણી એટલે કે મિત્રો રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું છે. મિત્રો રજીસ્ટ્રેશન કરવા માટે નીચેના સ્ટેપ ને ફોલો કરો.

1. મિત્રો તમારે સૌ પ્રથમ www.google.com ખોલવાની રહેશે. 

2. હવે તમારે google સર્ચ ખોલવાનું છે google સર્ચ ખોલ્યા બાદ તમારે સર્ચમાં લખવાનું છે. www.i khedut.gujarat.gov.in.  

3. જેવી તમે આ વેબસાઈટ ખોલશો એટલે તમારા મોબાઇલમાં આ વેબસાઈટ ખુલી જશે એમાં જમણી બાજુએ લોગીન નો ઓપ્શન આપેલો હશે.

4. હવે તમારે લોગીન ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે

5. જેવું તમે લોગીન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઇલમાં એક પોપઅપ પેજ ખુલશે.

6. ત્યારબાદ ત્યાં જમણી બાજુએ લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો ના બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે

7. ત્યારબાદ લાભાર્થી નોંધણી ની વિગતો ભરવા માટે લાભાર્થીનો પ્રકાર પર ક્લિક કરવાનું રહેશે લાભાર્થી નોંધણીની વિગતો ભરવા માટે લાભાર્થી નોંધણી નો પ્રકાર, તેમાં તમારે ખેડૂત પછી તમારે તમારો તાલુકો, ખેતરનો ખાતા નંબર, તમારો જિલ્લો, તમારું ગામ,  તમારું નામ અને બાજુમાં આપેલ કેપ્ચા કોડ બોક્સમાં ભરવાનો રહેશે ઉપરના બધા સ્ટેપ ફોલો કર્યા બાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે

8. જેવું તમે સબમીટ કરશો એટલે તમારી ખેડૂત નોંધણી આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર સેવ કરવામાં આવશે.


આઇ ખેડૂત પોર્ટલ 2.0 માં અરજી કરવા માટે શું કરવું?

I-khedut portal 2.0 માં અરજી કરવા માટે નીચેના steps ફોલો કરો. 

1. આઇ ખેડૂત પોર્ટલમાં લોગીન કરવા માટે તમારો મોબાઈલ નંબર અને યુઝરનેમ દાખલ કરો, ત્યારબાદ પાસવર્ડ અથવા ઓટીપી ના વિકલ્પ સાથે લોગીનના બટનને પસંદ કરો. તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર ઓટીપી આવશે એ ઓટીપી અને તમારા પાસવર્ડને દાખલ કરો ત્યારબાદ આપેલ કેપ્ચાને એન્ટર કરો અને સિસ્ટમમાં લોગીન કરવા માટે લોગીન બટન ઉપર ક્લિક કરો.

2. જ્યારે તમે સિસ્ટમમાં લોગીન થઈ જશો ત્યારે તમને તમારા ડેસ્કબોર્ડ ઉપર બધી જ યોજનાઓની માહિતીઓ જોવા મળશે. જો તમારે કોઈ ચોક્કસ વિભાગની યોજનામાં પોતાની અરજી કરવાની છે તો તે વિભાગ ઉપર તમે ક્લિક કરો અને ત્યારબાદ શોધ બટન ઉપર ક્લિક કરો.

3. તમને જે યોજના માટે અરજી કરવાની હોય તે યોજના પર ક્લિક કર્યા બાદ દસ્તાવેજના બટન ઉપર ક્લિક કરો, અને યોજના સંબંધિત બધા દસ્તાવેજો પ્રદર્શિત કરો. ત્યારબાદ અરજી કરો ના બટન પર ક્લિક કરો તમારી અરજી ને સેવ કરો. અરજી સેવ કર્યા બાદ કન્ફર્મ કરવું જરૂરી છે. 

4. ફક્ત કન્ફર્મ કરેલી અરજી તમને જોવા મળશે. એકવાર તમે અરજી સબમીટ કરી દેશો પછી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર તમે કરી શકશો નહીં. તમે એકવાર અરજી સબમીટ કરશો તો જ તમે તેની પ્રિન્ટ પણ લઈ શકશો. જો તમારી બેંકનું નામ આઇ ખેડુત વેબસાઈટ ના લિસ્ટમાં નહીં હોય તો તમે નજીકના ખેતીવાડી કચેરી નો સંપર્ક કરી શકો છો.


વધુ માહિતી માટે આપ ખેતીવાડી ખાતાના ગ્રામસેવક શ્રી, વિસ્તરણ અધિકારી શ્રી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારી નો સંપર્ક કરી શકો છો આપ આપના પ્રશ્ન કે અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો.

Queries: 

IKhedut gujarat online registration

IKhedut portal

IKhedut gujarat registration

I khedut 2.0 gujarat gov

I khedut gujarat login

I khedut gujarat status

Ikhedut 2025

I khedut yojna

Khedut I portal


FAQ:

1. આઈ-ખેડૂત 2.0 પોર્ટલ શું છે?

આઈ-ખેડૂત 2.0 એ આઈ-ખેડૂત પોર્ટલનું અપગ્રેડેડ વર્ઝન છે, જે ગુજરાતના ખેડૂતોને સરકારી યોજનાઓ, સબસિડી અને કૃષિ માહિતી મેળવવામાં મદદ કરે છે. આ પોર્ટલ ખેતી, બાગાયત, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને અન્ય યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા આપે છે, જે મોબાઈલ યુઝર્સ માટે પણ સરળ છે.

2. આઈ-ખેડૂત 2.0 અને જૂનું આઈ-ખેડૂત પોર્ટલ કેવી રીતે અલગ છે?

આઈ-ખેડૂત 2.0 માં મોબાઈલ યુઝર્સ માટે સુધારેલી ઍક્સેસિબિલિટી અને વધુ સરળ ઈન્ટરફેસ છે. આ નવું વર્ઝન અરજી પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવે છે. ચોક્કસ તફાવતો નવા અપડેટ્સ પર આધારિત હોઈ શકે છે, પરંતુ તે ખેડૂતો માટે વધુ યુઝર-ફ્રેન્ડલી છે.

3. આઈ-ખેડૂત 2.0 પોર્ટલ કોણ વાપરી શકે?

ગુજરાતના નિવાસી ખેડૂતો, જેમની પાસે માન્ય આધાર કાર્ડ અને બેંક ખાતું છે, તેઓ આ પોર્ટલનો ઉપયોગ કરી શકે છે. આ પોર્ટલ ખેતી, બાગાયત, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને જળસંચય યોજનાઓનો લાભ લેવા માટે છે.

4. આઈ-ખેડૂત 2.0 પોર્ટલ પર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?

ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલો.હોમપેજ પર “યોજનાઓ” (Schemes) પર ક્લિક કરો.ઇચ્છિત યોજના પસંદ કરીને “અરજી કરો” (Apply) પર ક્લિક કરો.“શું તમે રજિસ્ટર્ડ અરજદાર છો?” હેઠળ “ના” (No) પસંદ કરો અને “આગળ વધો” (Proceed) પર ક્લિક કરો.રજિસ્ટ્રેશન ફોર્મમાં વ્યક્તિગત વિગતો, બેંક વિગતો અને આધાર નંબર ભરો.ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે અરજી સાચવો.

અરજી કર્યા પછી, અરજીની પ્રિન્ટ લઈ, જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લાના નાયબ/સહાયક બાગાયત નિયામકની કચેરીમાં જમા કરાવો.

5. આઈ-ખેડૂત 2.0 પોર્ટલ પર કઈ યોજનાઓ ઉપલબ્ધ છે?

પોર્ટલ પર નીચેની યોજનાઓ ઉપલબ્ધ છે:ખેતી યાંત્રીકરણ (ટ્રેક્ટર, સાધનોની સબસિડી).જળસંચય (ખેત તલાવડી સાથે જીઓમેમ્બ્રેન).બાગાયત, મત્સ્યોદ્યોગ અને પશુપાલન સહાય.પાક વીમો અને હવામાન સંબંધિત સહાય.

નવીનતમ યોજનાઓ અને અરજીની તારીખો માટે પોર્ટલના “યોજનાઓ” વિભાગની મુલાકાત લો.

6. અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

https://ikhedut.gujarat.gov.in/ ખોલો.હોમપેજ પર “અરજીની સ્થિતિ ચેક કરો/રી-પ્રિન્ટ” પર ક્લિક કરો.યોજના પસંદ કરો, અરજી અથવા રસીદ નંબર દાખલ કરો અને સબમિટ કરો.

અધિકૃત અધિકારીઓ દ્વારા ચકાસણી બાદ સ્ટેટસ અપડેટ થાય છે.

7. અરજી માટે કયા દસ્તાવેજો જરૂરી છે?

સામાન્ય રીતે જરૂરી દસ્તાવેજો:આધાર કાર્ડ.બેંક ખાતાની વિગતો.જમીનના દસ્તાવેજો (7/12, 8A).ગુજરાતના નિવાસનો પુરાવો.યોજના-વિશિષ્ટ દસ્તાવેજો (પોર્ટલ પર યોજનાની વિગતો તપાસો).

ખોટા દસ્તાવેજોને કારણે અરજી નકારાઈ શકે છે, તેથી ચોકસાઈ જરૂરી છે.

8. જો હું ખોટા કે અધૂરા દસ્તાવેજો અપલોડ કરું તો શું થશે?

ખોટા કે અધૂરા દસ્તાવેજોના કિસ્સામાં, અરજી ઓનલાઈન પ્રોસેસ થશે નહીં. તમારે અરજી કર્યાના સાત દિવસમાં સાચા કે બાકી દસ્તાવેજો સંબંધિત જિલ્લા કચેરીમાં જમા કરાવવા પડશે.

9. આઈ-ખેડૂત 2.0 માટે મોબાઈલ ઍપ છે?

ગૂગલ પ્લે પર “i Khedut (Any RoR @ Anywhere)” જેવી ઍપ્સ છે, પરંતુ આ ગુજરાત સરકારની સત્તાવાર ઍપ્સ નથી. આઈ-ખેડૂત 2.0 માટે સત્તાવાર વેબસાઈટનો ઉપયોગ કરવો સુરક્ષિત છે, જે મોબાઈલ-ઓપ્ટિમાઈઝ્ડ છે.

10. આઈ-ખેડૂત 2.0 માટે સપોર્ટ કેવી રીતે મેળવવો?

https://ikhedut.gujarat.gov.in/ પર “સંપર્ક” (Contact Us) વિભાગમાં જિલ્લા-વાઈઝ કૃષિ અધિકારીઓની વિગતો મેળવો.યોજના-સંબંધિત પ્રશ્નો માટે જિલ્લા કૃષિ અધિકારીનો સંપર્ક કરો.પોર્ટલની સમસ્યાઓ માટે ગાંધીનગરના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનો સંપર્ક કરો.

11. પોર્ટલ વાપરવા માટે કોઈ ફી છે?

ના, આઈ-ખેડૂત 2.0 પોર્ટલ ખેડૂતો માટે મફત છે. માહિતી મેળવવા, યોજનાઓ માટે અરજી કરવા કે સ્ટેટસ ચેક કરવા માટે કોઈ ફી નથી.

12. યોજનાઓ માટે અરજી ક્યારે સ્વીકારાય છે?

અરજીનો સમય યોજના અને જિલ્લા પ્રમાણે બદલાય છે. 2024-25 માટે, કેટલીક યોજનાઓની અરજીઓ 21 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર, 2024 દરમિયાન સ્વીકારાઈ હતી. ચાલુ યોજનાઓ અને ડેડલાઈન માટે પોર્ટલ તપાસો.

13. જો મારી અરજી નકારાય તો શું કરવું?

નકારાયેલી અરજીનું કારણ (દસ્તાવેજોની ભૂલ કે ચકાસણીની સમસ્યા) સ્ટેટસમાં તપાસો. જિલ્લા કૃષિ અધિકારીનો સંપર્ક કરી સ્પષ્ટતા મેળવો અને જો મંજૂરી હોય તો સુધારેલા દસ્તાવેજો જમા કરો. ફરી અરજી કરતા પહેલા યોગ્યતાના માપદંડો તપાસો.

14. શું હું એકથી વધુ યોજનાઓ માટે અરજી કરી શકું?

હા, જો તમે યોગ્ય હોવ તો એકથી વધુ યોજનાઓ માટે અરજી કરી શકો છો. દરેક યોજનાના માપદંડો ધ્યાનથી તપાસો.

15. શું પોર્ટલ ગુજરાતીમાં ઉપલબ્ધ છે?

હા, આઈ-ખેડૂત 2.0 પોર્ટલ ગુજરાતીમાં ઉપલબ્ધ છે, જેથી સ્થાનિક ખેડૂતો સરળતાથી નેવિગેટ કરી શકે અને અરજી કરી શકે.


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું